ગુજરાતી સાહિત્યમાં કવિશ્રી મનોહર ત્રિવેદી સિદ્ધહસ્ત છે. તેમનું અત્યંત લોકપ્રિય આ ગીત... "તો પપ્પા, હવે ફોન મૂકું...?" માં પોતાની લાડકવાઈ દિકરી હોસ્ટેલમાં રહે છે અને ત્યાંથી ફોન પર ઘર કેવી ચિંતા કરે છે? દિકરીનું વ્હાલ પિતા પર ખીજ સાથે બહાર આવે છે, એ પણ હળવાશ થી ! સાથે મમ્મીની ચિંતા પણ છે તો ભાઈનાં અલ્હડપણાથી એ વાકેફ છે... એક ભાવસભર કવિતા ખુદ કવિના મુખેથી સાંભળો.